તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતીની તક:દ્વારકાના ભરતી મેળામાં શારીરિક કસોટીમાં ઉત્તીણ ઉમેદવારોની 25 એપ્રિલના લેખિત પરીક્ષા

ખંભાળિયા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લશ્કરમાં કારકિર્દી બનાવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવમાંથી યુવાનો ઉમટ્યા

દ્વારકામાં ચાલી રહેલા લશ્કરી ભરતી મેળામાં શારીરિક કસોટીમાં ઉર્તીણ ઉમેદવારોની 25 એપ્રિલના લેખિત પરીક્ષા લેવાશે. લશ્કરમાં કારર્કીદી માટે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવમાંથી યુવાનો ભરતી મેળામાં ભાગ લઇ રહ્યા છે.

દ્વારકામાં ગત તા.1 ફેબ્રુઆરીથી આર્મી ભરતી મેળો શરૂ થયો છે. સૌરાષ્‍ટ્રના 12 જિલ્લા તથા દીવના યુવાનો માટે 15 ફેબ્રુઆરી સુધી ભરતી મેળો ચાલશે. લશ્કરી ભરતી મેળામાં 49207 યુવાનોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તે પૈકી તા.10 ફેબ્રુઆરી સુધીમાં 10 જિલ્લાના યુવાનો ભાગ લઇ ચુકયા છે. જેમાંથી 1800 સ્પર્ધકોએ અલગ અલગ શાખામાં શારીરિક ટેસ્ટ પૈકી ઉચાઇ, છાતી, વજન, અને દોડની પરીક્ષા પાસ કરી છે. જે સ્પર્ધકોએ શારીરિક પરીક્ષા પાસ કરી છે તેઓની આગામી તા.25-4-2021ના જામનગર ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવશે.

લેખીત પરીક્ષામાં ઉતીર્ણ થનાર સ્પર્ધકોને અલગ-અલગ રેજીમેન્ટમાં ભારતીય સેનામાં સેવા કરવાની ઉતમ તક મળશે. ભરતી મેળો સફળ બનાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ દ્વારકા પ્રાંત અધિકારી ભેટારીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર ડુડીયા તેમજ પોલીસ વિભાગની ટીમ, રોજગાર કચેરી અને મેડીકલ ટીમ જહેમત ઉઠાવી રહી છે. ઉપરાંત અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સ્પર્ધકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે. સમગ્ર કામગીરીમાં આર્મીના 120 સૈનિકો, 10 કેડર ઓફીસર તથા ગુજરાત પોલીસ અને હોમગાર્ડઝ જવાનો કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો