સુવિધા:બેહ-જુંગીવારા ધામથી હાઈ-વેને જોડતા માર્ગનું કામ શરૂ કરાયું

ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.90 કરોડના ખર્ચે10.7 કિ.મી.નાે રોડ થશે: સુવિધા વધશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાના બેહમાં આવેલ જુંગીવારા ધામથી નેશનલ હાઇવેને જોડતું 10.7 કીમીનુ રોડનું કામ શરૂ કરાયુ છે.બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ ગઢવીએ ગ્રામ અગ્રણીઓની ઉપસ્થિતિમાં 10.7 કી.મી.ના કામનું શ્રીફળ વધારી પ્રારંભ કરાવ્યો હતો.

ખંભાળીયા તાલુકાના બેહ ગામમાં આવેલ જુંગીવારા ધામથી ખંભાળીયા દ્વારકા નેશનલ હાઇવેને જોડતું રાજ્ય સરકાર હસ્તકનો સ્ટેટ્સ હાઇવેનું 10.7 કી.મી. જેટલા અંતરનું એક કરોડ નેવું લાખના ખર્ચે રોડનું કામનો બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ મોમૈયાભાઈ ગઢવીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ તકે જુંગીવારા ધામના અન્નક્ષેત્રના ચેરમેન અને ગ્રામ અગ્રણી વેરશીભાઈ ગઢવી, રામભાઈ માયાણી, સામત માયાણી, જેશાભાઈ, સાજાભાઈ મધુડા, માણસી હરીભાઇ ગઢવી, વેજાણંદભાઈ, માયાભાઈ ગઢવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આર.એન.બી. વિભાગના અધિકારી એ.કે.સોલંકી અને પી.વી. કણઝારીયાની દેખરેખ હેઠળ પવન કન્ટ્રકશન દ્વારા આ કામ હાથ ધરાયુ છે. બેહમાં જુંગીવારા વાછરાભાઈનું વિખ્યાત ધામ આવેલું છે. જેને કારણે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે.સાથો સાથ બેહના ગ્રામજનો માટે આ એક સુવિધાયુક્ત રસ્તાનું કામ શરૂ થતા ગ્રામજનો માટે વધુ એક સુવિધા બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...