અકસ્માત:કલ્યાણપુર નજીક કારની ઠોકરે રાહદારી મહિલાનું મોત, અરેરાટી, લિંબડી-ચરકલા રોડ પર કૃષ્ણા આશ્રમ પાસે સર્જાયો અકસ્માત

ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી પંથકના મહિલાએ જીવ ગુમાવ્યો,કાર ચાલક સામે ગુનો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના લિંબડી -ચરકલા રોડ પર કૃષ્ના આશ્રમ નજીક પુરપાટ દોડતી કારે રાહદારી મહિલાને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આ મહિલાનુ મૃત્યુ નિપજયુ હતુ. પોલીસે મૃતકના પરીજનની ફરીયાદના આધારે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનો ભોગ બનેલા મૃતક મહિલા મોરબી પંથકના વતની હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કલ્યાણપૂર તાલુકાના લિબંડી ચરકલા રોડ પર આવેલ કૃષ્ના આશ્રમ નજીક એક કારના ચાલકે પોતાની કાર પુરઝડપે તેમજ બેદરકારી પૂર્વક ચલાવી ચાલીને જતા સમજુબેન નામના મહિલાને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા આ મહિલાનુ મૃત્યુ નિપજયુ હતુ.

આ બનાવ અંગે મૃતકના દિયર દિલીપભાઇ બચુભાઇ ગામી (રે.ક્રિષ્ના પાર્ક સોસાયટી, સુપર માર્કે પાછળ, કન્યા છાત્રાલય રોડ, તા.જી. મોરબી)ની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે કારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. મૃતક મહિલા ચાલીને લીંબડી-ચરકલા રોડ પર પસાર થઇ રહયા હતા જે વેળાએ ઉકત જીવલેણ અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે. બનાવના પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...