અકસ્માત:દ્વારકાના કુરંગા નજીક કાર પલટી જતા મહિલાનુ મોત, 3ને ઇજા

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરના દંપતિને દ્વારકા દર્શનાર્થે જતા માર્ગમાં ખૂંટીયો આડો ઉતરતા નડયો અકસ્માત

દ્વારકાના કુરંગા નજીક પસાર થતી એક કાર આડો ખુંટીયો ઉતરતા ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં 1 મહિલાનુ ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયાનો બનાવ બહાર આવ્યો છે.જયારે તેના પતિ અને અન્ય દંપતિને પણ ઇજા પહોચ્યાનુ સામે આવ્યુ છે. રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ ગામના રહીશ કિરીટસિંહ રણમલસિંહ ચુડાસમા તથા તેના પત્નિ પ્રવિણાબા તથા મિત્ર ભાવેશભાઈ તથા તેમના પત્નિ મધુબેન દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરવા માટે તેના મિત્રની ફોરવ્હિલ ગાડી લઈ જતા હતા.

તે વેળાએ દ્વારકાના કુરંગા ગામ નજીક પેટ્રોલ પંપની આગળ ભાવેશભાઈએ પુરઝડપે તેમજ ગફલતભરી રીતે ચલાવતા રોડની સાઈડમાં ઓચિંતા ખૂટીઓ આવતા ગાડીનો કાબુ ગુમાવી બેઠા હતા અને ગાડી રોડની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં ભાવેશભાઈ તથા તેના પત્નિને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી.જયારે કિરીટસિંહને હાથ તથા છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી,તેના પત્નિ પ્રવિણાબાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાકિદે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ચાલક ભાવેશભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...