તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખંભાળિયાના કોલવા-કંડોરણા વચ્ચે નદી પર પુલ બાંધવાની ગ્રામજનોની માંગણી

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદમાં 4 ફૂટ પાણી ભરાતા માર્ગ બંધ થતા લોકોને આવાગમનમાં હાલાકી

ખંભાળિયાના કોલવા અને કંડોરણા ગામ વચ્ચે નદી પર દર વર્ષે વરસાદી પુરના કારણે રસ્તો બંધ થતા લોકોને આવા ગમનમાં પારાવાર મુશ્કેલી પડે છે જેથી નદી પર પુલ બાંધવા માટે જાગૃત નાગરીક દ્વારા મુખ્ય મંત્રીને રજુઆત કરાઇ છે.

ખંભાલીયા તાલુકાનાં કોલવા ગામમાં પ્રાથમીક શાળા પાછળથી કંડોરણા ગામ તરફ જતા માર્ગે નદી વહે છે જે નદીમાં દર ચોમાસાની સીઝનમાં પાણીનું ઘોડાપુર આવતા બે - ત્રણ દિવસ સુધી આશરે ચાર ફુટથી વધુ પાણી ભરેલું રહે છે . ગત ચોમાસામાં તાલુકામાં રેકોર્ડબ્રેક સૌથી વધુ વરસાદ પડવાથી નદીમા ઘણા દિવસો સુધી ભારે પ્રમાણમાં પૂર આવ્યું હતું તેથી ધોવાણના લીધે નદી ઉડી થઈ ગઈ હોવાથી બહોળી સંખ્યામાં અવર જવર કરતા ખેડુતો-ગ્રામજનો અને રાહદારીઓને ભારે હાલાકી પડે છે.

આ માર્ગ કોલવા ગામનાં વાડી વિસ્તાર તથા બીજા બધા ગામો તરફ જતો રસ્તો છે. ચોમાસામાં પાણીનું પુર આવતા રસ્તો બંધ થઈ જવાથી લોકોને અવર - જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.નદીમાં ઉંડા વહેતા પાણીમાં ગ્રામજનો રાહદારીઓ પોતાના જીવને જોખમમાં મુકીને મજબુરીમાં અવર જવર કરવું પડે છે. જેથી આ પુલ બનાવવાે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...