પરંપરાગત:ખંભાળિયામાં રાજપૂત સમાજ દ્વારા વિજ્યાદશમીની પરંપરાગત ઉજવણી કરાઈ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશાપુરા માતાજીના સાનિધ્યમાં પૂર્વ મંત્રી સહિતના રાજપૂત આગેવાનોની હાજરીમાં શસ્ત્રપૂજન

દેવી શક્તિ નો આસુરી શક્તિ પર વિજય, ધર્મનો અધર્મ પર વિજય, કપટ અને અમાનવીયતા પર માનવતાના વિજયનુ આ મહાવિજય પર્વ એટલે વિજયાદશમીની ઉજવણી આ વખતે ખંભાળિયામાં સાદાઈ પૂર્વક કરવામાં આવી હતી.

ખંભાળિયા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજની વાડીથી ખામનાથ મહાદેવના મંદીર સુધી રાજપૂત સમાજના લોકો દ્વારા પરંપરાગત રીતે માથે સાફા બાંધી અને તલવારબાજી ની રમઝટ સાથે ખામનાથ મહાદેવના મંદિર પાસે આશાપુરા માતાજીના સાનિધ્યમાં પહોચી શસ્ત્ર પૂજન કરી આગેવાનોની ઉપસ્થિતિમાં ભાઈઓ દ્વારા તલવારબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજપૂત સમાજ દ્વારા પૂર્વ મંત્રી હકુભા જાડેજાનું સન્માન કરાયું હતું આ તકે અગ્રણી પી.એસ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા સહિતના રાજપૂત આગેવાનો અને યુવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...