ભૂમિપૂજન:ખંભાળિયા શહેરમાં અઢી કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરાયું

ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા વિવિધ યોજનાની ગ્રાન્ટમાંથી પુલ,રસ્તા,ગેઇટ સહિતના કામો થશે

ખંભાલીયા નગરપાલિકા દ્વારા સરકાર તરફથી વિવિધ યોજનાઓની ફાળવાયેલી ગ્રાન્ટમાંથી શહેરની સુવિધામાં વધારો થાય તે હેતુસર અંદાજે અઢી કરોડના ખર્ચે થનાર વિકાસ કામોના ખાતમુહુર્ત કરાયું હતુ.

જેમાં સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા 15માં નાણાપંચની યોજના માંથી જામનગર તરફથી પ્રવેશવાના માર્ગ પર આઈ.ટી.આઈ. પાસે રૂપિયા 35 લાખના ખર્ચે વેલકમ ગેટ (કલાત્મક ગેટ), સુખનાથ મંદિર પાસે રૂપિયા 40 લાખના ખર્ચે પુલ બનાવવાનું , 72 લાખના ખર્ચે પુર સંરક્ષણ દીવાલના કામ, રોડ તથા લાઈટીંગના કામ, તેમજ રૂપિયા 30 લાખના ખર્ચે ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, વાલ્મીકી વાસ પાસે ગટરના કામ તેમજ સલાયા ગેટ પાસે સી.સી.રોડ નાં કામ તેમજ રૂપિયા 3.28 તથા 8.56 લાખના ખર્ચે સ્નાનાગૃહ તેમજ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાના કામ થશે.

આ ઉપરાંત 80 લાખના ખર્ચે સુમરા તરઘડી ખાતે આવેલ વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ, ફરતે કમ્પાઉડ વોલ બનાવવા સહિતના જુદા જુદા વિસ્તારોમાં સીસી.રોડ, ગટર, પે એન્ડ યુઝ ટોયલેટ સ્નાનગૃહ જેવા અંદાજે અઢી કરોડના વિકાસકામો નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાઘજીભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ સહિત અગ્રણીઓ, પ્રતિનિધિઓ દ્વારા ખાતમુહુર્ત શ્રીફળ વધેરી શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...