તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુચના:ખંભાળિયામાં ઘી- સિંહણ નદી પર પુલનું કામ પૂર્ણ કરવા તાકીદ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાયવર્ઝનના વિકલ્પમાં એક પુલ ચાલુ થાય તેવી કાર્યવાહી માટે સુચના અપાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીક દેવળીયાથી કુરંગા સુધી બનતા નેશનલ હાઇવેના કામમાં આરાધના ધામ નજીક સિંહણ તથા રીલાયન્સ સર્કલ પાસે ઘી નદીમાં હાલના ડાયવર્ઝનના વિકલ્પમાં એક પુલ ચાલુ થાય તેવી રીતેકાર્યવાહી કરવા જિલ્લા સમાર્હતા દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટી અને કોન્ટ્રાકટરને સુચના અપાઇ છે.

ખંભાળીયાના દેવળીયાથી દ્વારકાના કુરંગા સુધી બનતા નેશનલ હાઇવેના કામમાં આરાધના ધામ નજીક સિંહણ નદી પાસે તથા ખંભાળીયા નજીક રિલાયન્સ સર્કલ પાસે ઘી નદીમાં ડાયવર્ઝન હોય, ચોમાસામાં ડેમ છલકાય ત્યારે રસ્તો બંધ થઈ જાય તેની સ્થિતિ હોય ઉકત બાબતે ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈએ પ્રાંત અધિકારી તથા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાનું ધ્યાન દોર્યુ હતુ.

આથી જિલ્લા સમાર્હતાએ તાકીદે હાઇવે નેશનલ ઓથોરિટીના અધિકારી કોન્ટ્રાક્ટરને બોલાવીને તાકીદે ચોમાસામાં પુર આવે એ પહેલા આ બન્ને સ્થળે હાલના ડાયવર્ઝનના વિકલ્પમાં એક પુલ ચાલુ થાય તેવી કાર્યવાહી કરવાં સુચના આપતા નેશનલ હાઇવે ઓથોરિટીની સૂચનાથી તાકીદે કાર્ય શરૂ કરાયું છે.જેથી ડેમ છલકે તો પણ રસ્તો બંધ ના રહે તે માટે બે પુલ પૈકી એક પુલનું કાર્ય પૂર્ણ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...