તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વાડીનારમાં ચોરાઉ બાઇક સાથે બે ઝડપાયા

ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી ખાવડી નજીક ખાનગી કંપની પાસેથી એક બાઈક 7 માસ અને બીજું બાઈક દસેક દિવસ પૂર્વે ઉઠાવ્યાનું ખૂલ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક વાડીનાર પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને પકડી પાડયા હતા જેની પુછપરછમાં વધુ એક બાઇક ચોરીનો ભેદ ખુલતા પોલીસે બંનેની સધન પુછપરછ હાથ ધરી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળીયાના ગ્રામ્ય પંથકમાં એલસીબી પીઆઇ જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલસને ચોરાઉ વાહન સાથે બે શખ્સ નિકળવાના હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વાડીનાર નજીક વોચ ગોઠવી હતી જે વેળાએ શંકાસ્પદ હાલતમાં પસાર થતા ફિરોજઅનવરભાઈ સુભણીયા(વાડીનાર, ખંભાળીયા)તથા અફઝલ ઉર્ફે અબ્જુ રસીધભાઈ ભટ્ટી( સિક્કા જામનગર)ને દબોચી લીધા હતા.

જેની પુછપરછમાં બાઇક ચોરાઉ હોવાનુ સામે ખુલ્યુ હતુ.પોલીસે પકડાયેલા બંને શખ્સોની સધન પુછપરછ હાથ ધરતા વધુ એક બાઇક આરોપી ફિરોજના ઘરે સંતાડી રાખ્યુ હોવાની કબુલાત આપી હતી.આથી પોલીસે રૂ. 45 હજારની કિંમતના બાઇક કબજે કર્યા હતા.એલસીબીએ ચોરાઉ વાહન જામનગર તરફ વેચવાની વેતરણમાં નિકળેલા બંને આરોપીને દબોચી લીધા હોવાનુ સુત્રોઅુ જણાવ્યુ હતુ.આ બેલડીએ એક વાહન સાતેક માસ પુર્વે તેમજ અન્ય એક બાઇક દશેક દિવસ પુર્વે ખાનગી ક઼પનીના પાર્કિગ પાસેથી ઉઠાવ્યાની પોલીસને કેફિયત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...