કાર્યવાહી:દાત્રાણામાં 70 બોટલ દારૂ સાથે બે શખસ પકડાયા, એક શખસ ફરાર

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામે સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમીના આધારે એક પડતર મકાનમાં દરોડો પાડી અંગ્રેજી શરાબની 70 બોટલ સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી લીઘા હતા. જયારે વધુ એક શખસનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમાં એક પડતર મકાનમાં ગેરકાયદે અંગ્રેજી દારૂનો જથ્થો સંતાડી રાખી હેરાફેરી કરવાની પેરવી ચાલી રહી હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે ઉકત સ્થળે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન રૂ. 40 હજારની કિંમતનો 70 બોટલ અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવતા તમામ જથ્થો જપ્ત કર્યો હતો.અને આરોપી મહેશ સવદાસભાઈ ચાવડા (રે.દાત્રાણા) તથા હરદીપસિંહ દોલુભા જાડેજા (રે.સિદસરા)ને પકડી પાડયા હતા.પોલીસ પુછપરછમાંરાણ ગામની સીમમાં રહેતા આરોપી હેમુભાઈ ઉર્ફે હેમંતભાઈ ગઢવીનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...