ડ્રગ્સ કાંડ:નાઇજીરીયન સહિત 2 શખસ 5 દિવસના રિમાન્ડ પર, અગાઉ પકડાયેલા 5 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

ખંભાળિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • એટીએસ, પોલીસે દરોડા પાડી 315 કરોડનું ડ્રગ્સ પકડયું હતું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા અને વાડીનાર વિસ્તારમાંથી પકડાયેલા રૂ. રૂ. 315 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં અદાલતે નાઇજીરીયન સહિત બે શખસ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે. અગાઉ પકડાયેલા પાંચેય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી હેરોઇન અને એમ.ડી.ડ્રગ્સનો 350 કરોડથી વધુની કિંમતનો જથ્થો તથા પાકિસ્તાનથી ઘુસાડવામાં આવેલો 63 કિલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે મુંબઈથી આવેલા શેહઝાદને ઝડપી લીધા બાદ સલાયાના આરોપીઓ સલીમ કારા તથા અલી કારા, રૂપેણ બંદરેથી ફારૂકી બોટમાં પાકિસ્તાની બોટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી સલાયા લઈ આવનાર સલીમ ઉંમર જુસબ જશરાયા અને ઈરફાન ઉંમર જુસબ જશરાયા(રે.સલાયા) ને પકડી પાડી પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતાં. અદાલતે પાંચેય આરોપીના તા.20 નવેમ્બર સુધી રિમાન્ડ મંજુર કર્યા હતાં. આ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે પાંચેય આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

જયારે ડ્રગ્સની ખરીદીમાં મહત્વનો ભાગ ભજવનાર નાઈજીરીયન ચિજીઓકે અમિસ પૌલ અને સલાયાના આમીન ઓસમાણ આમલદ સેતાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નાઇજીરીયન શખસે આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી કેવી રીતે મેળવ્યો તે સહિત તમામ મુદ્દા અંગે પેાલીસે પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...