તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય સેવા:ભાટિયામાં બ્લડ ડોનેશન કેમ્પમાં દોઢસો દાતા ઉમટ્યા, 145 બોટલ રક્ત થયું એકત્ર

ભાટીયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્લડની તાતી જરૂરિયાત ઉભી થતાં સેવાભાવિઓ આવ્યા વ્હારે

ભાટીયામાં કોટેશ્વર યુવા ગ્રુપ અને જિલ્લા પંચાયત સદસ્ય ભાટિયા દ્વારા કોરોના મહામારીના લીધે ઉભી થયેલી બ્લડની તંગીને પહોંચી વળવા બ્લડ કેમ્પનુ આયોજન પીએચસી ખાતે કરાયુ હતુ જેમાં રકતદાતાઓ ઉમટી પડતા 145 બોટલ રકત એકત્ર થયુ હતુ. ખંભાળિયામાં સિવિલ હોસ્પિટલ ખાતે 150 જેટલી સંખ્યાં માં થેલેસેમિયા દર્દીઓ આવતા હોય છે.એટલું જ નહીં હોસ્પિટલ માં અન્ય સારવારો માટે પણ બ્લડની જરૂરિયાત ઉભી થતી હોય છે.

કોરોના મહામારીના કારણે રેગ્યુલર બ્લડ ડોનેટમાં આવતા ડોનરો ઓછા પડી ગયા હોય ત્યારે સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાતી જરૂરિયાત ઉભી થાય છે.જે મુદ્દે ભાટિયા કોટેશ્વર ગ્રુપના યુવાનો તથા જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ આંબલિયાનો સંપર્ક થતા ભાટિયા પી.એચ.સી.સેન્ટર ખાતે બ્લડ કેમ્પ નું અયોજન કરાયુ હતુ. જેમાં દીપપ્રાગટયમાં આરોગ્ય સમિતિના ચેરમેન નથુભાઈ ચાવડા, આગેવાન લખમાનભાઈ આંબલિયા, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ આંબલિયા,સંજયભાઈ ગોર તથા પંચાયત સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. કેમ્પમાં 145 બોટલ બ્લડ એકઠું થઈ જવા પામ્યુ઼ હતુ.

યુવાનોને રકતદાન માટે આહવાન કરાયું
જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદ ભાઈ આંબલિયાએ યુવાનોને બ્લડ ડોનેટ કરવાની અપીલ સાથે જણાવ્યું હતું કે, દરેકએ અઢી મહિને ચોકકસથી બ્લડ ડોનેટ કરવું જોઈએ,તેનાથી શરીર તંદુરસ્ત રહે છે, વળી બ્લડની માંગ હોય તેવા દર્દીઓ પણ ક્યાંક ને ક્યાંક આપણી જવાબદારી બનતા હોય છે .હોસ્પિટલ માં દૈનિક બ્લડ નો જથ્થો હોય તો એના જીવન બચાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...