તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ટુપણી ગામે 132 બોટલ દારૂ સાથે 3 ઈસમો રૂા. 5.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

જામ ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના રહીશને ફરાર બતાવાયો, ચારેય સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ

દ્વારકા તાલુકાના ટુપણી ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી દ્વારકા પોલીસને મળતા ઈન્ચાર્જ પી.આઈ એસ.ડી. ડાંગર અને સ્ટાફ દ્વારા ટુપણી ગામની સીમમાં તપાસ હાથ ધરીને ટુપણી ગામના જ રહેવાસી વિદેશી દારૂની હેરાફેરી કરતા પિયુષ વિરાભાઈ સુવા, દેસુર કાળુભાઇ માડમ, અને હમીર દેસુરભાઈ જોગલને 132 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મોબાઈલ તથા GJ. 03. AZ 3665 નંબરની બોલેરો વાહન સાથે કુલ મુદ્દામાલ 5.45600 રૂપિયા સાથે ઝડપી લેવાયા હતા.

અન્ય એક જામનગરના રહેવાસી આરોપી જગદીશ ઉર્ફે જગુ આંબલીયા વિરુદ્ધ ફરારીનું ગુન્હો નોંધાયો હતો. પોલીસે ઉપરોક્ત ત્રણ આરોપીઓની અટક કરી તેમના વિરુદ્ધ ગુન્હો નોંધી અને ફરારી આરોપી સહિત અન્ય આ ધંધામાં કોન કોન સંડોવાયેલા છે અને વિદેશી જથ્થો ક્યાંથી આવ્યો સહિતની આગળની તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પી.આઈ એસ.ડી. ડાંગર, એ.એસ.આઈ પી.આર.જાડેજા, તથા સ્ટાફના જેઠાભાઇ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો