તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા નજીકની ઘટના:ટ્રક હડફેટે બાઈક ચાલક યુવાનનું મોત, અકસ્માત બાદ ટ્રક માર્ગ પરથી નીચે ઉતરી ઉંધો વળી ગયો

ખંભાળિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ખંભાળિયા-દ્વારકા હાઇવે પર ટ્રક હડફેટે બાઇક ચાલક યુવાનનું મોત નિપજયું છે. અકસ્માત બાદ ટ્રક માર્ગ પરથી નીચે ઉતરી ઉંધો વળી ગયો હતો. મૃતકના ભાઇની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ખંભાળિયા નજીક દ્વારકા હાઇવે રોડ પર સોમવારે મધરાત્રિના દિનેશ ઉમેશભાઇ ચૌહાણ નામનો 23 વર્ષનો યુવાન બાઇક નં.જી.જે.10.બીએમ.0101 પર જતો હતો ત્યારે સામેથી આવી રહેલા ટ્રક નં. જી.જે.10.ઝેડ.8816ના ચાલકે બાઇકને હડફેટે લેતા દિનેશ બાઇક સાથે પડી ગયો હતો. આથી તેને ગંભીર ઈજા થતાં તાકીદે 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા ફરજ પરના તબીબોએ દિનેશને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ સુનિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો