પર્દાફાશ:ખંભાળિયામાં પરપ્રાંતિય તસ્કર ત્રિપુટી ઝડપાઈ

ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ગુના શોધક શાખાએ જામનગર રોડ પર હોટલ પાસેથી મધ્યપ્રદેશના 3 શખસને ચોરાઉ બાઇક સાથે દબોચ્યા
  • ચોરાઉ મૂર્તિ, ચક્ર, સોનાનો​​​​​​​ દાણો અને બાઇક સહિત રૂા.46 હજારની મતા કબજે, પૂછતાછ

દેવભૂમિ દ્વારકાની સ્થાનિક ગુના શોધક શાખાએ ખંભાળિયાની ભાગોળે જામનગર રોડ પર પરપ્રાંતિય ત્રિપુટીને પકડી પાડી હતી જેની પુછપરછમાં બાઇક ચોરી ઉપરાંત મોડપરના જૈન મંદિરમાં મૂર્તિ વગેરેની ચોરીના બનાવનો ભેદ ખુલ્યો છે.પોલીસે ત્રિપુટીના કબજામાંથી વાહન અને મૂર્તિ વગેરે સહિત રૂ.46 હજારથી વધુની માલમતા કબજે કરી હતી.પકડાયેલા ત્રણેયે ખંભાળિયાના જુદા જુદા મકાનોમાં પણ હાથફેરો કર્યો હોવાનુ ખુલ્યુ છે.પોલીસે મધ્યપ્રદેશનની ત્રિપુટીની સધન પુછપરછ હાથ ધરી છે..

પોલીસસુત્રોમાંથી મળતી વિગતમાં ખંભાળીયામાં રેલ્વે સ્ટેશન નજીકની વિનાયક સોસાયટીમાંથી રાત્રીના બે બંધ મકાનો તથા એક બાઇક ચોરીનો બનાવ બન્યો હતો.જેની પોલીસ તપાસ ચાલી રહી હતી.જે દરમિયાન એલસીબી પીઆઇ એલસીબી પીઆઈ જે.એમ. ચાવડાના માર્ગદર્શન પીએસઆઈ એસ.વી.ગળચર સહિતની ટીમને પેટ્રોલિંગ વેળા ટેકનીકલ એનાલીસીસ અને બાતમીદારો મારફતે ચોરીમાં સંડોવાયેલા વિશે હકિકત મળી હતી જેના આધારે સ્ટાફના ભરતભાઈ ચાવડા, મસરીભાઇ આહીર અને જેસલસિંહ જાડેજા સહિતની ટુકડીએ ખંભાળીયાની ભાગોળે ગંગા જમના હોટલ પાસેથી મધ્યપ્રદેશ રાજ્યના બિલાલ નરસિંગભાઈ અનારીયા ભીલ, જીતેન જિલમ બામતિયા અને કરશનસિંગ ખુરલસિંગ મંડલોયને દબોચી લીઘા હતા જેના કબજામાંથી એક બાઇક,સાત હજારની રોકડ,ધાતુની મૂર્તિ, ચક્ર તથા પાટલી, ચાંદીની એક લક્કી, મોબાઈલ-3 સહિત કુલ 46500ના મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે ત્રણેય શખ્સોની પ્રાથમિક તપાસ હાથ ધરતા ગત તા.9ના રોજ ખંભાળીયા રેલ્વે સ્ટેશન નજીક વિનાયક સોસાયટીમાં ત્રણ મકાનોમાં તાળા તોડી 10 હજાર તથા એક સોનાનો દાણો, ચાંદીની સાંકળા તેમજ ખંભાળીયામાં રાજકુમાર સ્કૂલ પાછળની સોસાયટીમાંથી ત્રણ મકાનોમાં તાળા તોડી ચાંદીની લક્કી, તેમજ ચાંદીના કળાની ચોરીની કબૂલાત આપી હતી. પોલીસ દ્વારા આરોપીઓની અટક કરી કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા બે આરોપીનો ગુનાહિત ઇતિહાસ, જુદા જુદા ગુનામાં સંડોવણી
પોલીસ પુછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓ પૈકી કરનસીંગની નવ જેટલા ગુનામાં સંડોવણી સામે આવી હતી જે તમામ ગુના મધ્યપ્રદેશના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયા હતા જયારે આરોપી બિલાલના નામે પણ એક ગુનો નોંધાઇ ચુકયો હોવાનુ બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...