ઉજવણી:ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વડ સહિતના વૃક્ષોનું આરોપણ કરાયું

ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ

દ્વારકા જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ – ખંભાળીયા ખાતે જિલ્લાકક્ષાનો વન મહોત્સવ – ૨૦૨૧ યોજાયો હતો. નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ રીઝર્વ પોલીસ સબ ઈન્સપેક્ટર આશાબહેન વદર અને સિતલબા પરમાર સહિત પોલીસ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તુલસી, પીપળો અને વડ સહિતના વિવિધ છોડનું વૃક્ષારોપણની કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે, આ પ્રસંગે વૃક્ષ ઝડપથી મોટું થાય તે માટે અંદાજીત ૪૦ જેટલા વડની તાજી પાંગરેલી ડાળીઓ પણ વાવવામાં આવી હતી.આ તકે નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીએ “સિન્ગલ યુઝ પ્લાસ્ટીક” પર્યાવરણને નુકસાનકર્તા છે તે અંગે સમજણ આપી ઉપસ્થિતોને “સિન્ગલ યુઝ પ્લાસ્ટીક”ની પર્યાવરણ પર હાનિકારક અસર વિશે માહિતગાર કર્યા હતા. વધુમાં તેમણે વૃક્ષોએ આવનાર પેઢીના તંદુરસ્ત જીવન માટે આશીર્વાદરૂપ છે તેમ પણ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અત્યાર સુધીમાં વડ, પીપડો, તુલસી, રાયણ, જાબુંડા સહિતના વિવિધ વૃક્ષો મળીને અંદાજીત ૧૧૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે તેમ રીઝર્વ પોલીસ સબ ઈન્સપેક્ટ આશાબહેનએ જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવિડ – ૧૯ કોરોના વાયરસની ગાઈડલાઈનનું ચૂસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...