તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામખંભાળિયામાં ટ્રાફિક ઝુંબેશ, 1 માસમાં 300થી વધુ વાહનો ડીટેઈન

ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ પાર્કિગ, મોબાઈલ પર વાત અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહન ચાલકો સામે કાર્યવાહી
  • ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા પોલીસ દ્વારા અભિગમ, જાગૃતિ અર્થે 180 હોર્ડિગ્સ મુકાયા

દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલસ શાખા દ્વારા ખંભાળિયા સહિતના સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થા સુદદ્ર બનાવવા એકશન પ્લાન તૈયાર કરાયો છે જેમાં શહેર સહિત જીલ્લામાં ઠેર ઠેર નાના મોટા 180 બેનરો પણ જનજાગૃતિ અર્થે લગાવાયા છે. જયારે ખંભાળિયામાં એક માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ત્રણસોથી વધુ વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઇ હતી.

દેવભૂમિ પંથકમાં ટ્રાફિક વ્યવસ્થા સુદદ્ર બનાવવા માટે ટ્રાફિક પીએસઆઈ એન.ડી. ક્લોતરા દ્વારા નવતર અભિગમ અપનાવી ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ખંભાળીયા સહિત જિલ્લામાં 15 મોટા તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 180 નાના હોર્ડિંગો મૂકાયા છે. નગર ગેઈટ, 4 રસ્તા, જોધપુર ગેઇટ સહિતના વિસ્તારોમાં વન-વે ઉપર માહિતી આપતા બોર્ડ મૂકાયા છે.

ટ્રાફિક નિયમોના ભંગ મામલે ટ્રાફિક પોલીસે ખાસ ઝુ઼બેશ અંતર્ગત કડક કાર્યવાહી પણ યથાવત રાખી છે જેમાં ખંભાળિયા સહિત પંથકમાં એક માસમાં ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા 15, આડેધડ પાર્ક કરેલા 89 વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. 216 ફેન્સી નંબર પ્લેટ ચાલકો સામે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લાયસન્સ, કાળા કાચ, ત્રણ સવારી અને અન્ય ટ્રાફિકના નિયમોનું ભંગ કરવા સહિતના ગુન્હામાં 4,34,200નો હાજર દંડ કરાયો હતો. માસ્ક અંગેનો 53 હજાર રૂપિયા દંડ ઉઘરાવામાં આવ્યો હતો.

શહેરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન હલ થાય તેના માટે જુદા જુદા વિસ્તારમાં બેંક મેનેજરો સાથે પણ બેઠક યોજી બેંકોની બહાર આડેધડ થતા વાહન પાર્કિંગ અંગે વૈકલ્પિક વ્યવસ્થાની સુચના અપાઇ રહી છે. પીએસઆઈ એન.ડી. ક્લોતરા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા સુદ્રઢ બને તે માટે આયોજન કરી એએસઆઈ વિજયદાન ગઢવી સહિતના પોલીસ કર્મીઓ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ટ્રાફિક વ્યવસ્થા અંગે કાર્યવાહી કરી ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળે તેવા અભિગમ સાથે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...