તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઓખામાં કલર સ્પ્રે બાદ બાળકને ઝેરી અસર, વેપારી સામે ફરિયાદ

ખંભાળિયા/જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં ગત ધુળેટી પર્વ ટાંકણે એક પરીવારના બાળકે દુકાનમાં સ્પ્રે ખરીદયો હતો.જેમાં ઉડેલા રંગના કારણે બાળકને વિપરીત અસર થતા ભોગગ્રસ્તના પિતાની ફરીયાદ પરથી પોલીસે વેપારી પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો હતો.સ્પ્રેના લેબ પૃથ્થકરણમાં તેમાં ઝેરની માત્રા હોવાનુ ખુલ્યુ હતુ.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ ઓખામાં નવીનનગરીમાં રહેતા ભાવેશભાઈ સોમાભાઈ તાવડીવાળાના પુત્રએ ગત માર્ચ માસમાં ધુળેટી પર્વએ સ્થાનિક દુકાનમાંથી રમવા માટે કલરનો સ્પ્રેની બોટલની ખરીદી કરી હતી.જે સ્પ્રેમાંથી કલર ઉડતા બાળકને ઝેરી અસર થતા સારવારમાં લઇ જવાયો હતો.

જયાં તબીબી તપાસણીમાં કોઇ ઝેરી તત્વ હોવાનુ સામે આવતા પોલીસે તેને લેબમાં પૃથ્થકરણ અર્થે મોકલતા રીપોર્ટમાં ઝેરી પદાર્થ હોવાનુ બહાર આવ્યુ હતુ. આથી આ અંગે ભોગગ્રસ્ત બાળકના પિતા ભાવેશભાઇ તાવડીવાળાની ફરીયાદ પરથી પોલીસે દુકાનદાર નંદલાલ જેઠાભાઇ સુરજ તથા નરેશ નંદલાલભાઇ સુરજ સામે કલરના સ્પ્રેમાં ઝેરની માત્રા હોવાનું જાણતા હોવા છતાં વેચાણ કરી બેદરકારી દાખવવા મામલે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...