તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્તિ તરફ, 24 કલાકમાં એકપણ નવો કેસ નહીં

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 33 એક્ટિવ કેસ, અત્યાર સુધીમાં મ્યુકર માઈકોસિસના 37 કેસ નોંધાયા
  • તંત્રની સાથે લોકોમાં હાશકારો, પણ મહામારી ન વકરે તે માટે સાવચેતી જરૂરી

દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુકિત તરફ ગતિ કરી રહ્યો છે. કારણ કે, છેલ્લાં 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આથી તંત્રની સાથે લોકોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ મહામારી ન વકરે તે માટે સાવચેતી જરૂરી છે. હાલ 33 એકટિવ કેસ છે. અત્યાર સુધીમા મ્યુકર માઇકોસીસના 37 કેસ નોંધાયા છે.

દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઘણા લાંબા સમય બાદ સોમવારે કોરાનાનો એકપણ નવો કેસ નોંધાયો ન હતો. હાલ કોરોનાના 33 એક્ટિવ કેસ છે. દ્વારકા જિલ્લો કોરોના મુક્તિ તરફ વધતા તંત્ર અને લોકોમાં હાશકારો અનુભવ્યો છે. કારણ કે, જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવતા કેટલાય પરિવારને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો હતો.

કોરાના મહામારીને અટકાવવા અગમચેતી રૂપે તંત્રના અથાગ પ્રયત્ન અને લોકજાગૃતિને કારણે ખંભાળિયા તથા જિલ્લાના અનેક ગામોમાં લોકોએ સ્વેચ્છાએ લોકડાઉન પાડ્યું હતું. જેને કારણે કોરોનાના કેસ ઘટયા હતાં. ઘણા લાંબા સમય બાદ દ્વારકા જિલ્લામાં સોમવારે એક પણ નવો કેસ સામે આવ્યો નથી.

દ્વારકા જિલ્લો કોરોના મુક્તિ તરફ ગતિ કરતા લોકોએ રાહત અનુભવી છે. હાલ કોરોનાના 33 એકટીવ કેસ છે. જિલ્લામાં મ્યુકરમાયકોસીસના અત્યાર સુધી 37 કેસ સામે આવ્યા છૅ. પરંતુ કોરોના ગયો નથી એટલે લોકોએ સાવચેતીની સાથે માસ્ક અને સોશિયલ સહિતના નિયમનું પાલન કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...