તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાડથરમાંથી દારૂ સાથે ત્રણ શખસો પીધેલા પકડાયા

ખંભાળિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતો ચંદુ નાથાભાઇ સઠીયાએ વલસાડથી ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવી ભીમશી કરણાભાઈ દેથરીયાની કારમાં રાખી કેશોદમાં રહેતા કેતન ડાડુભાઈ નંદાણીયાને વેચાણ કરવા માટે જતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસે દરોડો પાડી ત્રણેય શખસોને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડયા હતાં. આટલું જ નહીં દરોડા દરમ્યાન પોલીસે દારૂની નવ બોટલ, કાર મળી કુલ રૂ. 203800 નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ત્રણેય શખસો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળીયા વિસ્તારમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી કંચનપુરમાં રહેતા પરસોત્તમ ગંગારામ સોલંકીના કબ્જામાંથી 10 લીટર દેશી દારૂ સહિતની વસ્તુ કબજે કરી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...