તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રીના ભાઈ સહિત ત્રણ જુગારી ઝડપાયા

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રામનાથમાં જાહેરમાં નોટ નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા હતાં

ખંભાળીયામાં ગઈ મોડીરાત્રે બે વાગ્યાના સુમારે શહેર ભાજપ મહામંત્રી સહિતના અનેક હોદ્દા ધરાવતા ઇન્દ્રજીતસિંહ પરમારના ભાઈ સહિત ત્રણ જ્યેન્દ્રસિંહ અનોપસિંહ પરમાર, રાજેશભાઈ કારાભાઈ ભાટુ, જાફરભાઈ કારાભાઈ વારીયા એ નોટ નંબરની એકી બેકીનો જુગાર રમતા શહેરના રામનાથ સોસાયટી ચોકમાં પોલીસના હાથે ઝડપાઇ જતાં 21120 રોકડા સાથે ત્રણેયને પોલીસ મથકે લઈ જવાયા હતા.

બનાવની જાણ થતાં મહામંત્રીએ અનેક રાજકીય આગેવાનોની ભલામણનો ધોધ વરસાવ્યો હતો જેમાં અમુક આગેવાનો વાજતે ગાજતે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા અને પોલીસ સામે તેમની કારી ના ફાવી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુન્હો નોંધી વહેલી સવારે જામીન ઉપર છોડ્યા હતા. જોકે, આ બનાવ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

એક બાજુથી ભાજપ સરકાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવા માટે નત નવા કાયદા ઘડી અમલવારી કરે છે. જ્યારે ભાજપના હોદ્દેદારો તથા તેના પરીજનો જુગાર સહિતની અસામાજીક પ્રવૃત્તિમાં ઝડપાતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. થોડા સમય અગાઉ ભાણવડના એક ભાજપના હોદ્દેદાર ઉપર દુષ્કર્મની ફરિયાદ બાદ મહામંત્રીના ભાઈ જુગારમાં ઝડપાતા ભાજપમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો