ખરીદીનો માહોલ જામ્યો:ખંભાળીયાની બજારમાં ફટાકડાની ખરીદીનો માહોલ જામ્યો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પર્વએ ખરીદારોની વધુ ભીડ જામવાનો વેપારીઓને આશાવાદ : વિવિધ ફટાકડાની વેરાઇટીમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં દિપોત્સવી પર્વએ અંતિમ દિવસોમાં ખરીદીનો માહોલ જામ્યો છે.કપડા, જવેલર્સ અને ફટાકડાની દુકાનોમાં ગ્રાહકો ઉમટેલા જોવા મળે છે. ફટાકડાની દુકાનોમાં વિવિધ વેરાયટી જોવા મળી રહી છે. બાળકો માટે તો અનેક પ્રકારના ફટાકડા બજારમાં છે. જેમાં કાર્ટૂન, છોટા ભીમ, પોપકોન, ડોરેમોન, જુરાસિક ફટાકડાની માંગ છે. ફુલઝરથી લઈ સૂતળી બૉમ્બ, રોકેટ વગેરે ફટાકડાની ખરીદી વધુ જોવા મળી રહી છે. તેમજ ચાંદલીયા, લવિંગિયા, ભમરકરડી, લક્ષ્મી બૉમ્બ અને ચકરી બૉમ્બ સહિતના નાના મોટા અનેક ફટાકડાઓ દુકાનમાં વેચાણમાં ધૂમ મચાવી રહ્યા છે.

તેમજ યુવાનોમાં આકાશમાં રોશની ફેલાવે અને મોટા અવાજ કરતા ફટાકડાની ડિમાન્ડ વધુ છે. કોરોનાના કપરા સમય બાદ ફટાકડાની ખરીદીમાં માહોલ સારો જામતા વેપારીઓની દિવાળી આ વખતે સુધરતી હોય એવું માહોલ જામતા વેપારીઓ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

જોકે અમુક વેપારીઓ દ્વારા ફટાકડાના ભાવમાં 25થી 30 ટકાનો ભાવ વધારો કરીને ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા ખખેરતા હોવાનું પણ ગ્રાહકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. તેમજ અમુક વેપારીઓ છાના ખૂણે ચાઈનીશ ફટાકડા વેચાણ કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. દિવાળીના દિવસે પણ ફટાકડાનુ ધુમ વેચાણ થશે તેવી ફટાકડાના વેપારીઓ આશા સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...