ચોરી:ઈલેક્ટ્રીક ટાવરોમાંથી પોણા બે લાખના સામાનની ચોરી

ખંભાળિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એંગલ, નટબોલ સહિતનો માલ ઉપાડી ગયા

કલ્યાણપુર તાલુકામાં વીજ સપ્લાય માટે જેટકો કંપની દ્વારા ઊભા કરવામાં આવેલા વીજ પોલમાંથી રૂપિયા પોણા બે લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણ અંગે મૂળ મેનેજરે કલ્યાણપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત તા.1 સપ્ટેમ્બર પછીના સમયગાળા દરમિયાન કલ્યાણપુર તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જેટકો દ્વારા ઉભા કરવામાં આવેલા ઈલેક્ટ્રીક અંગે ટાવરોમાં લગાવવામાં આવેલા નાની-મોટી સાઇઝના લોખંડની ધાતુના એંગલો તેમજ તેના ઉપરના નટ-બોલ્ટને કોઇ તસ્કરો ચોરી કરીને લઇ ગયા છે.આમ, રૂા.1,75,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસે કૌશિકભાઈ ભટ્ટાચાર્યની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...