આપઘાત:રીલેશનશીપમાં રહેલી યુવતિએ આયખું ટૂંકાવ્યું, આરંભડાનો બનાવ: આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઓખા મંડળના આરંભડામાં રહેતી એક રીલેશનશીપમાં રહેતી યુવતિએ યુવકના ત્રાસથી કંટાળી શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધાનો બનાવ બહાર આવ્યો છે જેમાં પોલીસે મૃતકના ભાઇની ફરીયાદના આધારે આપઘાત માટે મજબુર કરી હડધૂત કરવા અંગે ગુનો નોંધ્યો છે.પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દ્વારકાના આરંભડા ગામની સીમમાં રહેતા આરોપી ગોપાલ ઉર્ફે સુમિત મેરૂભાઈ ચુડાસમાં નામનો ઈસમ સાથે શીતલ નામની યુવતી છેલ્લા એક વર્ષથી એકબીજાના રિલેશનમાં હતા.

તે બાબતે આરોપી ગોપાલ ઉર્ફે સુમિતએ શીતલબેનને ધાક ધમકી આપતો હતો કે ‘’ આપણા રિલેશનની કોઈને જાણ થવી ન જોઈએ અને કોઈને જાણ થશે તો હું તારા ભાઈને જાનથી મારી નાખીશ, અને તને બદનામ કરી નાખીશ ‘’ તેમ ધાક ધમકીઓ અને માનસિક ત્રાસ આપતો હતો, એટલું જ નહિ આરોપી ગોપાલ ઉર્ફે સુમિતએ શીતલબેન અને તેના ભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતો હોવાનુ જાહેર થયુ છે.

આ ત્રાસથી કંટાળી જઇ શીતલબેનએ પોતાની જિંદગીની અંત લાવવા પોતાની જાતે પોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી હતી. અને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપી વિરુદ્ધ આપઘાત માટે મજબુર કરવા, એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...