ફરિયાદ:મેઘપર ટીટોડીમાં સામુ કેમ જોયા કરે છે કહી યુવક પર હુમલો કરાયો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડો કરી લાકડાના ઘોકા વડે માર માર્યાની ચાર સામે ફરિયાદ
  • અપશબ્દ ઉચ્ચારી ઢીંકાપાટુનો માર મારતા સારવાર લેવી પડી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના મેઘપર ટીટોડી ગામે રહેતા યુવાન પર ચાર શખસોએ એકસંપ કરી લાકડાના ઘોકા વડે હુમલો કરીને ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાઇ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા લખમણ રામભાઈ છુછર, દેવાત લખમણભાઈ છુછર, કાના લખમણભાઈ છુછર તથા દેવશી ભીમાભાઈ ચાવડાએ ફરિયાદી મેરામણ કરણાભાઈ છુછરને ‘’ અમારી સ્ત્રીઓ સામે કેમ જોયા કરે છે ‘’ તેમ કહી ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા.

આટલુ જ નહી,આરોપીઓએ ફરિયાદી મેરામણને જમણા પગના ભાગે લાકડીના ધોકા વડે ઘા મારી શરીરે ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ફરિયાદી મેરામણએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...