તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનદુ:ખથી મારામારી:સલાયામાં પૈસાની ઉઘરાણીના મામલે મહિલા પર હુમલો થયો

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાઈપનો ઘા મારી ઢીકાપાટુ માર્યાની 3 સામે ફરિયાદ

દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીક સલાયામાં રહેતા એક મહિલા પર લોખંડના પાઇપથી હુમલો કરી ઢીંકાપાટુનો માર મારી ઇજા કર્યાની ફરીયાદ ત્રણ શખસો સામે નોંધાઇ છે.જેમાં ભોગગ્રસ્તે મચ્છી સુકવણીની મજુરીના પૈસા બાકી હોય અને તેની ઉઘરાણી મામલે ફોન કરતા તેનુ મનદુ:ખ રાખી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

ખંભાળીયાના સલાયામાં રહેતા શબીરાબેન હુશેનભાઇ ભાયા નામના મહિલાએ તેને ફોન કરી બોલાવી એકસંપ કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોચાડી ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ જાવીદ રજાક ગજીયા, અલી રજાક ગજીયા અને જુબેર રજાક ગજીયા સામે નોંધાવી છે.

​​​​​​​ભોગગ્રસ્તને આરોપી જાવીદ પાસે મચ્છી સુકવણીના પૈસા લેવાના બાકી હોય અને તેની ઉઘરાણી અંગે ફોન કરતા તેનુ મનદુ:ખ રાખી જાવીદએ ફોન કરી બોલાવી પૈસાની માંગણી કેમ કરેલ છે તેમ કહી ઝઘડો કરી ત્રણેયએ એકસંપ કરી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ બનાવની મહિલાની ફરીયાદ પરથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો