બેઠક:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ મતદારોનો  આંક 5,77,381

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ પંથકની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં 760 મતદારો વધ્યા હોવાનુ બહાર આવ્યુ છે.જિલ્લાના કુલ મતદારો 5,77,381 પર પહોચ્યો છે.કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી જયારે આગામી તા.14, 21, 27 અને 28ના રોજ જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઝુંબેશ હાથ ધરાશે.

દ્વારકા જિલ્લામાં આગામી 14, 21, 27 અને 28ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ 18થી 19 વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકો માટે સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 10 કોલેજોના 17 જેટલા કેમ્પસ એમ્બેસેઈટ દ્વારા કોલેજોમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં ભાવિ મતદારો માટે 182 અક્ષરતા કલમ, 399 ચુનાવ પાઠશાળાઓ અને 93 વોટર અવરનેશ ફોર્મ કાર્યરત છે. આખરી મતદારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં 577100 મતદારો હતા.

જિલ્લામાં 2,98,038 પુરૂષ અને 2,79,382 મહિલા મતદાર નોંધાયા
દ્વારકા જિલ્લમાં પુરૂષ 2,98,038 અને સ્ત્રી મતદારો 2,79,328 ઉપરાંત્ અન્ય 15 સહિત કુલ 577381 મતદારો નોંધાયા છે.જેમાં ખંભાળીયા-81 વિસ્તારમાં પુરૂષ-150301, સ્ત્રી 142111 અન્ય 9, દ્વારકા-82 વિસ્તારમાં પુરૂષ-147737, સ્ત્રી 137217 અન્ય 6 વગેરેનો સમાવેશ થાય છે.

જિલ્લામાં 658 બીએલઓ,71 સુપરવાઇઝર સહિતની ટીમો જોડાશે
જિલ્લાના 658 બીએલઓ, 71 સુપરવાઈઝર નાયબ મામલતદાર, 2 પ્રાંત અધિકારી, ચૂંટણી શાખાની ટિમ દ્વારા વિવિધ સંસ્થાનો સહયોગથી લાયકાત ધરાવતા મતદારોને મતદાનના અધિકારીથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદાર તરીકે નોંધણી કરાવવા આગામી 14, 21, 27 અને 28 નવેમ્બરના રોજ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન મથકો પર ખાસ ઝુંબેશ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...