સલાયા ડ્રગ્સ પ્રકરણ:હજુ વધુ નવા કડાકા ભડાકા થવાની દર્શાવાતી આશંકા; ખંભાળિયા પોલીસ દ્વારા આગામી સમયમાં વધુ જથ્થો પકડવામાં આવે તો નવાઈ નહીં

ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સલાયા ગામમાંથી ડ્રગ્સ પકડાયું હતું - Divya Bhaskar
સલાયા ગામમાંથી ડ્રગ્સ પકડાયું હતું

દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સલાયાથી અદાજીત 63 કીલો 315 કરોડના ડ્રગ્સ સાથે કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવ્યા બાદ વધુ તપાસ માટે આ તમામ એ તમામ આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી તા.20-11 સુધીના રિમાન્ડ મેળવામાં આવ્યા છે. આ રિમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે અને આ રિમાન્ડ પૂર્ણ થયા પહેલા આગામી દિવસોમાં હજુ કેટલોક ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં દ્વારકા પોલીસ સફળ થાય તો નવાઈ નહિ તેવી આશાઓ જોવા મળી રહી છે.

ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષો પછી દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના વડપણ હેઠળ અત્યંત ગુપ્ત રીતે જુદી જુદી ટીમ બનાવી અને સલાયામાંથી વર્ષો પછી ઐતિહાસિક 63 કિલો જેટલું કરોડોની કિંમતનું ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામા આવ્યો હતો આ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરીનું દાખલારૂપ કામગીરી કરનાર દ્વારકા જિલ્લા પોલીસવડાને આ ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક સફળતા મળેતો નવાઈ નહિ તેમ માનવામાં આવી રહ્યું છે.

આ ડ્રગ્સ પ્રકરણમાં હજુ કેટલાક ચોંકાવનારા નામ આવે તો નવાઇ નહિ. સલાયાનું ડ્રગ્સ પ્રકરણમાંથી કેટલાક જથ્થો મોરબી તાલુકાના ઝીઝુંવાડાના ગામેથી પણ પકડાઈ આવ્યો હતો. જેના અનુસંધાને એક પકડાયેલ ગુલામ નામના આરોપી સલાયા રહેતો હોવાને કારણે એટીએસ દ્વારા ફરીથી સલાયામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.ડ્રગ્સ પકડાયા બાદ સલાયા સહિત ગુજરાતભરમાં એટીએસ અને સ્થાનિક પોલીસ, કસ્ટમની ટૂકડી સહિતની એજન્સીઓ હરકતમાં આવી છે અને દોડતી થઈ ગઈ છે. જેના કારણે આગામી સમયમાં નવાજૂના એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...