કામગીરી:દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડલાઈન દ્વારા બાળકને આશરો આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકના હિતને ધ્યાને રાખી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-જામનગરમાં દાખલ કરાયો

સ્વ.જે.વી.નરિયા એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તક ચાલતા દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડલાઈન 1098 દ્વારા દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં એક જરૂરિયાતમંદ પરીવારના બાળકને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી.જેમાં બાળકના પિતા મૃત્યુ પામ્યા હોય અને બાળકની સાર સંભાળ માટે માતાની મનોસામાજિક સ્થિતિ અસ્વસ્થ હોવાની સાથે બાળકની ચંચળ પ્રવૃત્તિથી કંટાળી અને બાળકોને પૂરતું પોષણ આપી સકે તેવી સ્થિતિ ના હોવાથી તે સમયમાં વિસ્તારના એક્ટિવ કાર્યકરનો ચાઈલ્ડ લાઈન 1098 પર ફોન આવ્યો હતો.

બાળકના ભવિષ્યની ચિંતા કરી કામગીરી હાથ ધરાઇ હતી. જ્યાં બાળક તેમના વાલી અને પાડોશીના નિવેદનો લઇ, બાળકની માતા તથા બાળક સાથે બાળ કલ્યાણ સમિતિ - ખંભાળિયા પર ચેરમેન ચંદ્રસેખર બુધભટ્ટી સમક્ષ રજૂ કરી ચેરમેન દ્રારા બાળક અને તેની માતાને સાંભળી તેમના જરૂરી પેપર તપાસણી કરી બાળક ના હિતને ધ્યાને લઈ બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર મૂકવાનો આદેશ કરાયો હતો.

બાળકને તમામ જરૂરી વ્યવસ્થા સાથે જામનગર ચિલ્ડ્રન હોમ પર દાખલ કરેલ અને ભણવાનું રેગ્યુલર થાય માટે અગાઉની નિશાળથી પણ જરૂરી કાર્યવાહી હાથ ઘરી હતી.આ કામગીરીમાં દ્વારકા ચાઈલ્ડલાઈન ડાયરેક્ટર જમનભાઇ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર નિતેશભાઈ પિંડારીયા, કાર્યકર ભોવાનભાઈ પુરોહિત ,દિનેશભાઈ ચાવડા, હિતેશભાઈ જોષી દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...