અનેરી સિદ્ધિ:ખંભાળિયા તબીબે માઉન્ટ મનાસ્લુ પર્વત સર કર્યો

ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેપાળ સ્થિત દુનિયાનો આઠમા ક્રમનો 8163 મીટર સૌથી ઉંચાે પર્વત
  • શહેરમાં અદકેરુ સ્વાગત: 8 હજાર મીટર ડેટ ઝોનમાં પગ મુકનાર સંભવત સૌરાષ્ટ્રના પ્રથમ પ્રવાસી

ખંભાળિયાના તબીબએ નેપાળમાં આવેલો દુનિયાનો આઠમા નંબરનો 8163 મીટર ઉંચો પર્વત સર કરી અનેરી સિધ્ધી હાંસલ કરી છે.તેઓ પ્રવાસ પુર્ણ કરી પરત આવતા તબીબો સહિત નગરજનો દ્વારા વિશિષ્ટ સ્વાગત કરાયુ હતુ.ખંભાળીયાના ડો.સોમાત ચેતરીયાએ દુનિયાનાં આઠમા નંબરનો ઉંચો પર્વત માઉન્ટ મનાસ્લુ નામનો પર્વત ઉપર જઈ આવી પરત વતન ખંભાળીયા ખાતે પહોંચતા તેનું ઉસ્માભેર સ્વાગત કરાયુ હતુ.

ગત રવિવારે સવારે 11 વાગ્યે રેલ્વે સ્ટેશન ખાતે ડો.સોમાત ચેતરીયાના પરિવારજનો તથા તેમના શુભેચ્છકો ડો.રામદે ચાવડા, ડો.પિંડારીયા, ડો.કનારા સહિતના વિવિધ ડોક્ટરો તથા આહીર સમાજમાં આગેવાનો તથા અન્ય જુદી જુદી જ્ઞાતિના આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરી એક સત્કાર સમારંભ યોજી સાકેત હોસ્પિટલ ખાતે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર ડો.સોમાત ચેતરીયાનું શાલ ઓઢાળી, પુષ્પહારથી સન્માન કર્યુ હતુ.

આ પુર્વે ખુલ્લી જીપમાં રેલી રૂપે ઉત્સાહભેર આવકાર્યા હતા. દુનિયાના આઠમા નંબરના માઉન્ટ મનાસ્લુ પર્વત ઉપર પોતાનો પ્રવાસ કરી પરત ખંભાળીયા ખાતે સહી સલામત પહોંચી જતા ડો.સોમાત ચેતરીયાને સમગ્ર ગુજરાતમાંથી જુદી જુદી તબીબી એસોસિએશન અને જુદા જુદા લોકો દ્વારા બિરદાવાઇ રહયા છે.

અન્ય સમાચારો પણ છે...