તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકાનમાં દરોડો:બેરાજામાંથી 4.7 કિલો ગાંજા સાથે શખસ ઝડપાયો

ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજા સહિત રૂા. 41070ની મત્તા કબજે
  • પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડયો

ખંભાળિયાના બેરાજા ગામે એસઓજી પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડી 4.7 કિલો ગાંજા સાથે એક શખસને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયા તાલુકામાં એસઓજી પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બેરાજા ગામની પટ્ટવારી સીમમાં રહેતા પૂંજાભાઈ કારૂભાઈ કરમુર પોતાના રહેણાંક મકાને માદક પદાર્થ ગાંજો રાખી છૂટક વેચાણ કરે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે એસઓજીએ રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જેમાં પૂંજાભાઈ કારૂભાઈ કરમુરના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનના ફળિયામાંથી 4 કીલો 7 ગ્રામ માદક પદાર્થ ગાંજો કિં.રૂ. 40070 મળી આવ્યો હતો.

આથી પોલીસે ગાંજો તથા મોબાઈલ ફોન તથા ગાંજાને ભરવા માટે ઉપયોગમાં લીધેલો ડબ્બો અને બાચકું મળી કુલ રૂ. 41070ના મત્તા કબજે કરી પુંજાભાઇની ધરપકડ કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...