સઘન પૂછપરછ:કલ્યાણપુરમાં સગીરાને ભગાડી જનાર અપહરણકાર પકડાયો

ખંભાળિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગગ્રસ્ત સગીરા પણ મળી,આરોપીની સઘન પૂછપરછ શરૂ

કલ્યાણપુરમાં આશરે ત્રણેક માસ પૂર્વે સગીરાનું અપહરણ કરી નાશી જનાર આરોપીને પોલીસે સગીરા સાથે પકડી પાડી આરોપીની પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આશરે ત્રણેક માસ પૂર્વે એક પરિવારની સગીર વયની પુત્રીને આરોપી બાલસિંગ મુરુભાઈ મકવાણા તેણીના ઘરેથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદાથી વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયાની ફરીયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઇ હતી.

આ અંગે પોલીસે આરોપી બાલસિંગ મકવાણા (રે. હાલ પ્રેમસર,કલ્યાણપુર,મુળ અમરેલી)વિરુદ્ધ પોક્સો કલમ સહિત જુદી જુદી કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ એફ.બી ગગનીયા અને સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.જે પોલીસ તપાસ દરમ્યાન પો.હેડ.કોન્સ પરબતભાઇ સાજણભાઈ વરુને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી બાલસિંગ મકવાણા તથા ભોગબનનાર સગીરાને ઝડપી લીધા હતા.પોલીસે પકડાયેલા આરોપીની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...