તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:ખંભાળિયામાં 3 દિ’માં 105 દર્દીથી હોસ્પિટલ ઉભરાઈ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો યથાવત
  • છેલ્લા થોડા દિવસોથી દરરોજ ઓક્સિજનની ઘટવાળા પણ 5થી 7 દર્દીઓ આવે છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના સાથે સાથે દ્વારકા જિલ્લામાં અનેક ગામડાઓમાં કોરોના વકરી રહયો હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.જેમાં દિનપ્રતિદિન કોરોનાનો સંક્રમણ વધારો થઇ રહ્યો છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 105 નવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે હોસ્પિટલના સુપ્રી.ડો.મટાણીએ જણાવ્યું હતું કે કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓનો વધારો યથાવત છે. છેલ્લા ત્રણ દિવસમાં 105 દર્દીઓને દાખલ કરી સારવાર હેઠળ રખાયા છે. અહીંની હોસ્પિટલમાં દ્વારકા પંથક સહિત પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહિતના દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. છેલ્લા આઠથી દશ દિવસથી દરરોજ 30થી 35 ટકા ઓક્સિજન વાળા ગંભીર પરિસ્થિતિમાં પાંચથી છ દર્દીઓ આવે છે.

અને છેલ્લા થોડા દિવસથી કોવિડ અને નોન કોવિડને કારણે 6થી 7 લોકોના ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં સરેરાશ મોત થઇ રહ્યા છે. આ સાથે ડો.મટાણીએ વધુ જણાવ્યું હતું કે જે લોકોમાં કોરોના લક્ષણો છે. અથવા તો પોઝિટીવ આવ્યા છે. તે લોકો જે આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં રહે જેના કારણે પરિવારમાં સંક્રમણ ના ફેલાઈ તેમજ ખંભાળીયા હોસ્પિટલમાં હાલ 11 હજાર લીટર ઓક્સિજન ક્ષમતા છે, હાલ ઓક્સિજનની ઘટ નથી.

124 દર્દીઓ સારવાર હેઠળ છે જેને સારવાર આપ્યા બાદ સામાન્ય સારવાર અને આઇસોલેટની જરૂર હોય તે દર્દીઓને ટાઉનહોલ ખાતે અને એસ્સાર કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેટ માટે રીફર કરી દેવામાં આવે છે.

જિલ્લામાં 3 દિમાં 118 પોઝિટિવ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં આરોગ્ય તંત્રના આંકડા મુજબ 118 દર્દીઓ પોઝિટીવ આવ્યા છે. જેમાં ખંભાળીયા 51, દ્વારકા 30, ભાણવડ 17, કલ્યાણપુર 20 અને કોવિડને કારણે 6 લોકોના મોત થયા છે. હાલ 607 દર્દીઓ એક્ટિવ છે. અને અત્યાર સુધીમાં કોવિડને કારણે 39, અને નોન કોવિડને કારણે 76 લોકોના મૃત્યુ થયા છે.

અન્ય સમાચારો પણ છે...