તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજન્ડા:ખંભાળિયા પાલિકાની સામાન્ય સભા તા.14મી જૂને યોજાશે

ખંભાળિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીટી બસ સહિત 52 દરખાસ્ત એજન્ડામાં

ખંભાલીયા પાલિકાની બે સામાન્ય સભા યોજાઇ હતી જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી, કારોબારી ચેરમેનની ચુંટણી તથા બીજી સભા ઝૂમ એપ્લીકેશન પર થઇ હતી.જે બાદ હવે આગામી તા.14/6ના રોજ પાિલકા યોગ કેન્દ્ર ખાતે પ્રમુખ ભાવનાબેન પરમારના અધ્યક્ષસ્થાને સામાન્યસભા યોજાશે. જેના એજન્ડામાં 52 દરખાસ્તો સામેલ છે.

નગરપાલિકાની સામાન્ય સભાના એજન્ડામાં અનેક વિકાસ કાર્યો લેવામાં આવ્યા છે.જેમા પાલિકા વિસ્તારમાં સીટી બસ સેવા, સેનીટેશન શાખામાં ચાર છોટા હાથી ગાડી ખરીદી,બગીચામાં સ્વમીંગ પુલ બનાવવા, પાલિકા સદસ્યો સુચિત સ્થળોએ નવા રસ્તા બનાવવા, ફોગીંગ મશીન ખરીદવા, સફાઈ કામદારોની કાયમી નીમણુંક,ઈજનેરોની ભરતી કરવા,ભાડાપટાની જગ્યાનુ ભાડુ વસુલવા,વેરા વસુલાતમા રીબેટ આપવા,શહેરમા ટી.પી. સ્કીમ લાગુ કરવા, લાયબ્રેરીમાં પુસ્તકો વસાવવા, કરોડોના ખર્ચ ઘી નદી પર રીવર ફ્રન્ટ બનાવવા, વૃક્ષો વાવવા તથા ટ્રી ગાર્ડ ખરીદવા, તાલુકા જીમને પાલિકા હસ્તક લેવા, નવી બનતી ફુટપાથો પર દબાણો થતા હોય રેલીંગ ફીટ કરવા, ભાડાપટા જમીન વેચાણથી આપવા, નવુ ટાવર લેડર લેવા, ગોવિંદને બ્યુટીફીકેશન કરવા વિગેરે દરખાસ્તો સમાવિષ્ટ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...