પ્રારંભ:વાડીનારમાં મુખ્યમંત્રીના હસ્તે પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો

ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારની સાનુકૂળ નીતિથી ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટમાં દેશમાં પ્રથમ છે: સીએમ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં ખાનગી કંપની દ્વારા નિર્મિત પેટ્રોકેમિકલ પ્રોજેકટનો શિલાન્યાસ શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની સાનુકૂળ નીતિ અને પ્રોત્સાહક યોજનાઓને લીધે ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટ માં સમગ્ર દેશમાં નંબર વન છે.સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ થકી ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણ આવી રહ્યું છે. તેમણે ખાનગી કંપની સહિતના ઔદ્યોગિક ગ્રુપને સ્થાનિક યુવાનોને વધુ ને વધુ રોજગારી આપવાનું આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ નેચરલ ગેસ અને શહેરી તથા આવાસ બાબતોના મંત્રી હરદીપસિંઘ પુરીએ પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના પાંચ ટ્રીલિયન ડોલર ઈકોનોમીના અભિયાનમાં પેટ્રો કેમિકલ્સ સેકટરનું મહત્વનું યોગદાન છે. આ પ્રસંગે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારની યોગ્ય નીતિ-રીતિ તથા પ્રોત્સાહનને કારણે કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહેલું ગુજરાત હવે ઔદ્યોગિક ક્ષેત્રે પણ નંબર વન બન્યું છે. આ તકે સામાજિક અગ્રણી ભીખુભા વાઢેર તરફથી જામનગરની સમર્પણ હોસ્પિટલને 1.25 કરોડનો ચેક મુખ્યમંત્રીને એનાયત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...