તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પંચાયતોની ચૂંટણીમાં સોમવારથી ફોર્મ ભરવાનું શરૂ થઇ રહ્યું છે તે પૂર્વે કોંગ્રેસમાં ભંગાણ શરૂ થયું છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં બે ટર્મ ચૂંટાયેલા પૂર્વ કોંગી સભ્યએ પક્ષ સાથે છેડો ફાડી કોંગ્રસમાંથી તમામ હોદા પરથી રાજીનામું આપી દેતાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે દિન-પ્રતિદિન નવા નવા રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે. જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે સોમવારે ફોર્મ ભરવાનું શરૂ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં રવિવારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના દિગ્ગજ આગેવાન જેઠાભાઇ છુછર કે જેઓ બે ટર્મ જિલ્લા પંચાયતમાં ચૂંટયા હતા અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂકયા છે તેઓએ એકાએક કોંગ્રેસ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ત્યારે જેઠાભાઇ આગામી દિવસોમાં ભાજપ કે અન્ય કોઇ પક્ષમાંથી ચૂંટણીમાં ઝંપલાવશે તેની અટકળો તેજ બની છે. ખંભાળીયા નગરપાલિકાની ચૂંટણીમાં વાસંતી દે નાયકે ચૂંટણીના ઝપલાવતા રાજકીય સમીકરણો બદલે તો નવાઇ નહીં . કારણ કે, તેઓ વર્ષ- 2010માં નગરપાલિકામાંથી ચૂંટાઈ આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.