તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ શિવ શોભાયાત્રા:સૌરાષ્ટ્રમાં પ્રથમ શિવ શોભાયાત્રા 125 વર્ષ પહેલા ખંભાળિયામાં શરૂ થઇ હતી

ખંભાળિયા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 કિલો ચાંદીની પાલખી ઉપાડીને બ્રાહ્મણો નીકળ્યા હતા

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ખંભાળિયામાં શિવ વરણાગીની શરૂઆત ખામનાથ મહાદેવના ટ્રસ્ટીઓ તથા બ્રાહ્મણ જ્ઞાતિજનો દ્વારા 125 વર્ષ પહેલાં કરાઇ હતી. એ પરંપરા અનુસાર ગુરૂવારે પણ 50 કિલો ચાંદીની પાલખી અને 50 કિલોની શિવ-પાર્વતી-ગણેશની ચાંદીની પ્રતિમા અને 100 કિલો વજનની પાલખી સાથે શિવ વરણાગી રંગમહોલ શાળા પાસેથી નીકળીને વિજય ચોક, ગૂગળી ચકલો, શરણેશ્વર મંદિર, કલ્યાણરાયજી મંદિર તથા શહેરના માર્ગો પરથી પસાર થઈ હતી. માથા પર ચંદનના તિલક અને ભસ્મ સાથે બ્રાહ્મણો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...