તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખંભાળિયામાં મુરઝાયેલી મોલાત સાથે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલપુર-જામજોધપુરના ખેડુતો દ્વારા આવેદન આપી તાકિદે સહાય જાહેર કરવા રજુઆત

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે અને દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ થયું છે દ્વારકા જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન દેવુભાઈ ગઢવીની આગેવાનીમાં ધારાસભ્ય વિક્રમ માડમ, પાલભાઈ આંબલીયા, યાસીનભાઈ ગજ્જણ, એભાભાઈ કરમુર, જીવાભાઇ કનારા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો મુરઝાયેલા મોલાતની ભારીઓ સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

લેખિતરજુઆત કરી હતી કે, રાજ્યમાં ચોમાસુ શરૂ થયા ત્યારથી 31મી ઓક્ટોબર વચ્ચે બે વરસાદ વચ્ચે સતત 28 દિવસનું અંતર હોય તે કિસાન સહાય યોજના હેઠળ 20 હજાર અથવા 25 હજાર સહાય મળવા પાત્ર અધિકૃત છે.ત્યારે આ વર્ષે દ્વારકા જિલ્લાના વિસ્તારમાં એક માસથી વરસાદ થયો નથી આ યોજનાનો લાભ આપવા કલેક્ટરને આવેદન આપી માંગ કરી હતી. જયારે લાલપુર કિશાન કોંગ્રેસ દ્વારા પ્રાંત કચેરીએ આવેદન આપી મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાનો તાત્કાલિક અમલ કરી બંને તાલુકાના ખેડુતોના પાક નિષ્ફળ જતા સર્વે કરી ખેડુતોને તાત્કાલિક સહાય આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...