કૃષિ:સિધ્ઘપુરના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિથી 60 લાખથી વધુ આવક મેળવી

ખંભાળિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મગફળી, ચણા, અજમો, રાય, તલ અને મગ પાકનું વાવેતર કરી ખેડૂતોએ પ્રતિ વર્ષ 400 મણથી વધુ ઉત્પાદન મેળવ્યું

સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશ તરીકે જાણીતા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રયત્નો કરતા રાજકોટના ઉદ્યોગપતિ મનસુખભાઈ સુવાગીયા સાથે દિનેશભાઈના પિતા લાલજીભાઈની 15 વર્ષ પહેલા મુલાકાત થઈ અને તે મુલાકાત તેમના માટે પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા બની જેના પરિણામે વર્ષ-2007થી જ તેમને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું.

એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કરી અભ્યાસઅર્થે વિવિધ કંપનીઓની વિઝીટ કરતા લાલાજીભાઈના 26 વર્ષીય પુત્ર દિનેશભાઈને પણ મશીન સાથે કામ કરવા કરતા પ્રકૃતિ સાથે જોડાઈ રહી આત્મનિર્ભર બની જીવનમાં સફળતા હાંસલ કરવાનો વિચાર આવ્યો અને પ્રાકૃતિક ખેતી અપનાવી એક નવા કૃષિ અધ્યાયનો પ્રારંભ કર્યો હતો. દિનેશભાઈ જણાવ્યું હતું કે તેઓ પોતાની 10 વીધા જમીનમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર મગફળી, ચણા, અજમો, રાય, તલ, મગ, કલોંજી, સુર્યમૂખીનું વાવેતર કરે છે.

જીવામૃત અને ઘનજીવામૃતમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર ઉપરાંત દોઢ-બે કિ.ગ્રા. ગોળ અને તેટલો જ કઠોળના લોટ તથા દસએક કડવી વનસ્પિતના પાવડરનો ઉપયોગ કરી જંતુનાશક દ્રાવણ બનાવી તેને પીયત સાથે મિશ્રણ કરે છે, જેના પરિણામે પાક રોગનો ભોગ બનતો નથી અને પાકમાં જીવાત પણ પડતી નથી. આમ વર્ષ-2017 થી તેઓ સતત વાર્ષિક રૂ. 4 લાખથી વધુની આવક મેળવે છે.

સીંગતેલ, સીંગદાણાના પેકેટ અને પીનટ બટર બનાવે છે
પ્રાકૃતિક ખેતી થકી મેળવેલ ઉત્પાદનમાંથી 75 ટકા ઉત્પાદીત મગફળીનું સિંગતેલ, 20 ટકા મગફળીના સિંગદાણાના પેકેટ અને 5 ટકા મગફળીમાંથી પીનટ બટર બનાવીએ છીએ. આ ઉપરાંત ગીર ગાયના દેશી ઘી ના પેકેટ, ચણાદાળ, ચણાલોટ, અજમો અને રાયના પેકેટ બનાવી પોતાના નિશ્ચિત ગ્રાહકોને પોતાના ભાવે હોમ ડીલેવરી કરી વેચાણ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિ એ કૃષિની એક એવી પધ્ધતિ છે જેમાં ખેડુતને એક પૈસાનું પણ ઉત્પાદન બજારમાંથી ખરીદવું પડતું નથી કે રોકડ નાણાની પણ જરૂર પડતી નથી તેમ દિનેશભાઇએ જણાવ્યું હતું.​​​​​​​

રાજય અને જિલ્લાકક્ષાના એવોર્ડ મળ્યા છે
દિનેશભાઈના પિતા લાલજીભાઈને વર્ષ-2007 અને 2008 તથા 2013માં જિલ્લાકક્ષાનો બેસ્ટ આત્મા એવોર્ડ, વર્ષ-2011માં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજન્સીનું પ્રમાણપત્ર, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એનીમલ હસબન્ડ્રી, ઈનોવેશન ફાર્મર એવોર્ડ-2011 અને કૃષિ મહોત્સવ-2015 માં રાજ્યકક્ષાનો એવોર્ડ તથા વર્ષ 2014-15માંરાજ્યકક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...