તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુલાકાત:દ્વારકા જિલ્લા કલેક્ટરે ખંભાળિયામાં ચાલતા સેવાયજ્ઞ કેમ્પોની મુલાકાત લીધી

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ઘણા દિવસથી ખડેપગે રહી સેવાકાર્ય કરી રહેલા સેવાભાવીઓને બિરદાવ્યા

ખંભાળિયામાં કોરોના કેસોની સંખ્યા વધતા અને લોકલ સંક્રમણનો ફેલાવો વધતા શહેરના સેવાભાવી લોકો પ્રબદ્ધ નાગરિકો અને વિવિધ સંસ્થાઓના સેવાભાવીઓ દ્વારા શહેરમાં 23 સ્થળે અલગ-અલગ જગ્યાએ ઉકાળા, નાશ અને માસ્ક વિતરણનું ગત તા. 11-09-20થી સેવાયજ્ઞ પ્રારંભ કર્યો છે જેમાં 95 જેટલા કાર્યકરો વહેલી સવારથી ખડેપગે રહી સેવાયજ્ઞમાં નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે દરોજ ને માટે હજારો લોકો લાંભ લઇ રહ્યા છે ત્યારે આ કાર્ય શહેરભરમાં ખુબજ પ્રસન્નીય બની રહ્યું છે.

ખંભાળિયા શહેરમાં ચાલુ રહેલા આ ઉકાળા-નાશ અને માસ્ક વિતરણનું ફ્રી સેવાકીય કાર્ય શહેરભરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો લાભ લઇ રહ્યા છે. ખૂબ જ સારા કાર્યને બિરદાવવા જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ શહેરમાં ચાર રસ્તા, નગરગેઇટ અને પરેશ ટ્રેડિંગ પાસે આવેલ કેમ્પ સહિતની મુલાકાત લીધી હતી. અને મહામારી લોકોને જગાવા અને જાગૃતિ લાવવા સેવાભાવીઓ દ્વારા સેવાયજ્ઞ આરંભાયુ છે તે સેવાભાવીઓને બિરદાવ્યા હતા. અને સર્વે સેવાભાવીઓ ખુદ પોતે પણ તકેદારી રાખે- સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય સહિતની સમજણ આપી ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો એમ કહીને બિરદાવ્યા હતા ગ્રીમકોના ચેરમેન મેઘજી કણઝારીયા, થતાં શૈલેષભાઈ કણઝારીયા, નિલેશભાઈ કુંડલીયા, પરેશભાઈ મહેતા, પરબતભાઈ ગઢવી, પ્રવિણસિંહ કંચવા , જીગ્નેશ પરમાર, નીરવ કવૈયા, હસુભાઈ ધોળકિયા, દેવુભાઈ જામ વનરાજસિંહ વાઢેર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટર સાથે કોરોના મહામારી વધતા જતા કેસો બાબતે તકેદારી પગલે લોકોમાં જાગૃતતા આવે સહિતની ચર્ચા વિચારણા કરી હતી. તેમજ જિલ્લા આયુર્વેદિક ઓફિસર વિવેક શુકલા દ્વારા આ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા જરૂરી દરેક મદદ પુરી પાડવા માટે જણાવ્યું હતું. અને સ્વાસ્થ્ય વર્ધક ઉકાળાને લોકો નિયમિત રીતે વધુમાં વધુ લાભ લિયે તેવી અપીલ કરી હતી. ઘરે ઉકાળો કઈ રીતે બનાવવા તે માટેની રેસિપી તેઓએ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો