તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ભાણવડમાં ગુજરી બજારમાં થયેલી 3 ચોરીનો ભેદ ઉકેલાયો

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રિપૂટીને દબોચી લીધી, રિમાન્ડ માટે તજવીજ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ગુજરી બજારમાં નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ વિરૂદ્ધ ત્રણ ગુના અગાઉ નોંધાયા હતા જે અંગે પોલીસે તપાસ કરી ત્રણ શખસોને બે મોબાઈલ ફોન તથા રોકડ રકમ સાથે પકડી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

થોડા સમય અગાઉ ભાણવડ તાલુકામાં આરોપીઓ ભાવુબેન સોલંકી, રમેશભાઈ બાબુભાઇ સોલંકી તથા ભરતભાઇ ડેનીભાઈ વાઘેલાનાઓ મોબાઈલ ફોન નં-2 કી. રૂ. 1500 તથા રોકડા રૂ. 9000 તથા અન્ય ત્રણ મોબાઈલ ફોન સહિતની ચોરીનો ગુન્હો ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય જેથી આરોપીઓને રોકડા રૂ.9000 તથા મોબાઈલ ફોન-5 કી. રૂ. 9000 મળી કુલ રૂ.18000ના મત્તા સાથે આરોપીઓને ઝડપી પાડી કોવિડ-19 સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલી ત્રિપૂટીએ અગાઉ અન્ય વધુ કોઈ જગ્યાએ હાથફેરો કર્યો છે કે કેમ? સહિતની તમામ બાબતોનો તાગ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો