વિવાદ:દંપતિ દ્વારા સંભવિત હરીફના નામ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દેવાયા

ખંભાળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા પાલિકા ચૂંટણીમાં કાવાદાવા અંગે રાવ, વકીલ સહિત 2 સામે ગુનો

ખંભાળીયામાં નગર ગેઇટ નજીક વણકર વાસમાં રહેતા યુવાનએ ગત નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં.4માં તેના નામ ટ્રાન્સફર અને કમી કરાવી નાખવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં વકીલ તથા તેના પત્ની સામે ફરીયાદ નોંધાવી છે.ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર જગાવનારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર થોડા સમય પૂર્વે પાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં-4માં અનુસૂચિ જાતિના મહિલા ઉમેદવાર માટે અનામત સીટ ફાળવાઇ હતી.જેમાં ગરગેઈટ વિસ્તારમાં વણકર વાસમાં રહેતા ફરિયાદી વાસુભાઈડોરૂના પત્ની ગીતાબેનને ઉમેદવારી કરવાની હતી.

જયારે અન્ય યુવિતએ વોર્ડમાં ઉમેદવારી નોંધાવવાની હોવાથી તેની સામે ગીતાબેન ચુંટણી ન લડી શકે તે હેતુથી યુવતિ,તેના પતિએ ગુનાહિત કાવતરૂ રચી જુદાજુદા ત્રણ મોબાઇલફોનનો ઉપયોગ કરી નેશનલ વોટર સર્વિસ પોર્ટલ નામની એપ્લિકેશન પર લોગીન કરી ફરીયાદીના સરનામાં પુરાવા તરીકે પીજીવીસીએલનું વાસુભાઈના નામનું બનાવટી ઇલે. બિલ બનાવી તેને વેબસાઈટ પર ખરા તરીકે અપલોડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ.

આ ઉપરાંત વાસુભાઈની ખોટી ઓળખ ઉભી કરી તેને જાણ વગર મતદાર યાદીમાં વાસુભાઈ તથા તેમની પત્ની ગીતાબેનનું સરનામું ટ્રાન્સફર કર્યું હતું. એટલું જ નહીં તેના માતા જયાબેન આલાભાઈ ડોરૂનું પણ મતદાર યાદીમાંથી નામ કમી કરાવી નાખવામાં આવ્યું હોવાનું ખુલ્યુ હતુ.આ અંગે વાસુભાઇ ડોરૂની ફરીયાદ પરથી સ્થાનિક પોલીસે કરણભાઇ વસંતભાઇ જોશી અને તેના પત્ની સેજલબેન જોશી સામે આઇટી એકટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...