તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને વોર્ડ નંબર 1માં 1 ઉમેદવાર જ ન મળ્યો

ખંભાળિયા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો અંગે રાખેલું સસ્પેન્સ કોને ભારે પડશે તે અંગે ચર્ચા
 • કોંગ્રેસ ઉમેદવારો ગોતવા ધંધે લાગતા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અફડાતફડી

ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ગોતવા ધંધે લાગતા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અફડતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, કોંગ્રેસને વોર્ડ નં.1 માં એક ઉમેદવાર મળ્યો ન હતો. ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો અંગે રાખેલું સસ્પેન્સ કોને ભારે પડશે તે અંગે ચર્ચા ચાલી રહી છે.

ખંભાળીયામાં પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ-કોંગ્રેસે ઉમેદવારીમાં ભારે સસ્પેન્સ સર્જીને દાવપેચે ખેલતા અફડાતફડી મચી ગઇ હતી. કોંગ્રેસે પાલિકાના ઉમેદવારો ગોતવા ઉંધા માથે દોડવું પડ્યું હતું. પરંતુ છેલ્લે સુધી વોર્ડ-1માં એક ઉમેદવાર મળ્યો ન હતો. બે દિવસ પૂર્વે શહેર મહિલા કોંગ્રેસ રેખાબેન ભાજપમાં જોડાઈને વોર્ડ નં-4માં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત કોંગ્રેસના દિગગજ સભ્ય ઈમ્તિયાઝખાન પઠાણ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી જઈને વોર્ડ-1માં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ - કોંગ્રેસે તાલુકા પંચાયત, ખંભાળીયા નગરપાલિકાના ઉમેદવારો છેલ્લે સુધી જાણ નહિ કરી ભારે દાવપેચ ખેલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો