ચાર્જ સંભાળ્યો:ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરે વિધિવત ચાર્જ સંભાળ્યો

ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ કાર્યો મામલે તત્પરતા દર્શાવાઈ, સફાઈ,સુવિધાને પ્રાધાન્ય અપાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે સતિશકુમાર આર. પટેલ દ્વારા ચાર્જ સંભાળ્યો હતો.ખંભાળિયા પાલિકાના ચીફ ઓફીસર અતૂલચંદ્ર સિન્હાની બદલી થતાં તેમના સ્થાને મુકાયેલા ચીફ ઓફીસર સતિશકુમાર આર. પટેલ દ્વારા પાલિકાનો ચાર્જ વિધીસર સંભાળ્યો છે.

માણસા તથા પાલનપુર જેવી મોટી નગરપાલિકાનો અનુભવ ધરાવતા તથા રાજ્ય નગરપાલિકા કમિશ્નર કચેરીનો વહીવટી અનુભવ ધરાવતા સતિશકુમાર આર પટેલએ શહેરના વિકાસ કાર્યો અંગે તત્પરતા દર્શાવી સફાઇ, સ્વચ્છતા, સુવિધા વગેરે સુવિધા સાથે લોકોની સવલતો અને કરવેરા વસૂલાતમાં પાલિકા આગળ વધે તેવા પ્રયત્નો સાથે સ્ટાફ તથા પાલિકાના પદાધિકારીઓ, સદસ્યઓના સહકારથી હાથ ધર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્યની જુદી જુદી નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરની રાજ્ય સ્તરેથી બદલીના આદેશ થયા હતા. જેમાં ખંભાળિયા પાલિકાના ચીફ ઓફિસર અતુલ સિહાની બદલી થતા તેમના સ્થાને સતિષકુમાર પટેલને મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...