તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કોલવા-કંડોરણા ગામ વચ્ચે નદી પર પુલ બાંધવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ

ખંભાળિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પુરથી માર્ગ બંધ થતા લોકોને આવાગમનમાં પારાવાર હાલાકી પડે છે

ખંભાળિયા તાલુકાના કોલવા અને કંડોરણા ગામ વચ્ચે નદી પર દર વર્ષે વરસાદી પુરના કારણે રસ્તો બંધ થતા લોકોને આવા ગમનમાં પારાવાર મુશ્કેલી પડે છે જેથી નદી પર પુલ બાંધવા માટે જાગૃત નાગરીક દ્વારા મુખ્ય મંત્રીને રજુઆત કરાઇ છે.

ખંભાલીયા તાલુકાનાં કોલવા ગામમાં પ્રાથમીક શાળા પાછળથી કંડોરણા ગામ તરફ જતા માર્ગે નદી વહે છે જે નદીમાં દર ચોમાસાની સીઝનમાં પાણીનું ઘોડાપુર આવતા બે - ત્રણ દિવસ સુધી આશરે ચાર ફુટથી વધુ પાણી ભરેલું રહે છે . ગત ચોમાસામાં તાલુકામાં રેકોર્ડબ્રેક સૌથી વધુ વરસાદ પડવાથી નદીમા ઘણા દિવસો સુધી ભારે પ્રમાણમાં પૂર આવ્યું હતું તેથી ધોવાણના લીધે નદી ઉડી થઈ ગઈ હોવાથી બહોળી સંખ્યામાં અવર જવર કરતા ખેડુતો-ગ્રામજનો અને રાહદારીઓને ભારે હાલાકી પડે છે. આ માર્ગ કોલવા ગામનાં વાડી વિસ્તાર તથા બીજા બધા ગામો તરફ જતો રસ્તો છે.

ચોમાસામાં પાણીનું પુર આવતા રસ્તો બંધ થઈ જવાથી લોકોને અવર - જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.નદીમાં ઉંડા વહેતા પાણીમાં ગ્રામજનો રાહદારીઓ પોતાના જીવને જોખમમાં મુકીને મજબુરીમાં અવર જવર કરવું પડે છે . તેથી અકસ્માત થવાનો ભય સતત સતાવતો રહે છે. આ બાબતે અગાઉ ગ્રામજનોએ કલેકટર , ડી.ડી.ઓ. તથા નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારકામાં લેખિતમાં રજુઆત કરી હતી. કોઈ કારણસર કામ ચાલુ ન થતાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે માટે તાત્કાલીક ધોરણે યોગ્ય કરવા કોલવા ગામના જાગૃત નાગરી દવુભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...