તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગઢકામાં અથડામણ થાય એ પહેલા પોલીસ પહોંચી જતાં મામલો થાળે !

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોમ્પ્યુટર ઓપરેટરને માર મારતા મામલો બીચક્યો હતો

કલ્યાણપુરના ગઢકા ગામે કોમ્પ્યુટર ઓપરેટરે ઓનલાઇન કામગીરી ના અરજદાર પાસે પૈસા માંગતા અરજદારે નહિ આપી ગાળો બોલી લાકડાના ધોકા વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પોચડ્યા ની ફરિયાદ પરથી પોલીસે બે સામે ગુન્હો નોંધ્યો છે. કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે ગઈકાલે એક સરકારી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર સાથે એક સાત બાર આઠ અ નો દાખલો કઢાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ભારે ઉગ્ર બન્યો હતો. જેમાં એક તબક્કે મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું.

સમગ્ર સુચકતાથી કલ્યાણપુર પોલીસને આ જાણ થતાં પીએસઆઈ ગગનીયા સહિતનો કાફલો ઉપરોક્ત બનાવના સ્થળે પહોંચી જતા બન્ને પક્ષોને સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. સમયસર પોલીસ પહોંચી જતા આ બન્ને જૂથ વચ્ચે મોટી અથડામણ સર્જાય તે પહેલાં જ મામલો પોલીસે કન્ટ્રોલ કરી લેતા સ્થાનિક રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.

જો કે, એક તબક્કે આ બનાવની વાત વાયુ વેગે પ્રસરતા ડી.વાય.એસ.પી. સહિતનો કેટલાક પોલીસની ટુકડીઓ ગઢકા ગામે દોડી જઇ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બાદમાં કોપ્યુટર ઓપરેટર હિતેષ ગોવિંદ મઘડાની ફરિયાદ ઉપરથી બે આરોપી પૂર્વરાજસિંહ હઠુભા જાડેજા અને મનદીપસિંહ રાયસંગ જાડેજા વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો