તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:ભોગાતમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાબેના નાના એવા ભોગાત ગામમાં કોઈ અજાણી મહિલાએ પોતાના નવજાત (શિશુ) બાળકને ત્યજી દેતા તે મોતને શરણ થયો છે. પોલીસ દફ્તરેથી જાહેર થયેલ વિગત અનુસાર કલ્યાણપુરથી 35 કી.મી. દૂર ભોગાત ગામેં આવેલ એક મંદિર પાસે ગઈકાલે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો મુજબ કોઈ અજાણી મહિલાએ તેનું પાપ છુપાવવા માટે નવજાત શિશુને જન્મ આપી અને ત્યજી દેતા આ નવજાત શિશુ મોતને શરણ થયો હતો. આ ઘટના પોલીસને જાણ થતાં તુરંત જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃત શિશુનો કબ્જો સંભાળી પી.એમ.અર્થે જામનગર જી.જી. હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

કલ્યાણપુર પોલીસે ભરતભાઇ નારૂભાઈ લુણાની ફરિયાદ પરથી અજાણી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી શોધખોળ કલ્યાણપુર પી.એસ.આઈ એન.એચ. જોષી દ્વારા હાથ ધરવામાં આવી છે. ભોગાત જેવા નાના ગામમાં આવી ઘટના સામે આવતા સમગ્ર પંથક સહિત દ્વારકામાં ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો