તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખળભળાટ:વેરાડમાં 10 કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા

ખંભાળિયા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રાથમિક તપાસમાં પક્ષીઓના મૃત્યુ ફુડ પોઇઝનિંગથી થયાનું ખૂલ્યું, પ્રકૃત્તિ પ્રેમીઓમાં ઉહાપોહ
 • ભાણવડ તાલુકામાં ચકચાર: 3 ખેતરમાં પક્ષીના મૃતદેહ પડયા હતાં: વન અને પશુપાલન વિભાગની તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામે વાડી વિસ્તારમાંથી એક સાથે 10 કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવતા પ્રકૃત્તિ પ્રેમીઓમાં ઉહાપોહ સાથે ખળભળાટ મચી ગયો છે. બનાવ અંગે વન અને પશુપાલન વિભાગે હાથ ધરેલી પ્રાથમિક તપાસમમાં કુંજ પક્ષીના મૃત્યુ ફૂડ પોઇઝિંગને કારણે થયાનું ખૂલ્યું છે.

દ્વારકા જિલ્લામાં દર વર્ષે હજારોની સંખ્યાના કુંજ પક્ષીઓ આવે છે. આ વર્ષે પણ શિયાળાની મોસમ શરૂ થઇ ત્યારથી કુંજ પક્ષીઓ આવી પહોંચ્યા છે. ભાણવડ તાલુકાના વેરાડ ગામની વાડી વિસ્તારમાં આવેલા ત્રણ ખેતરોમાં અલગ-અલગ જગ્યાએથી 10 કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બનાવ અંગે વેરાડ ગામના સરપંચે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ભાણવડ ફોરેસ્ટ અધિકારી કે.એલ.ચાવડા અને ભાણવડ પશુ ચિકિત્સક અધિકારી આંબલીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને કુંજ પક્ષીઓના મૃત્યુ અંગે તપાસ હાથ ધરી હતી.

કુંજ પક્ષીઓના મૃત્યુ અંગે તપાસ ચાલી રહી છે: RFO
કુંજપક્ષીઓના મૃત્યુ અંગે ભાણવડ આરએફઓ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક લક્ષણો જોતા ફૂડ પોઇઝિંગને કારણે પક્ષીઓના મૃત્યુ થયા હોવાની શકયતા છે. કુંજ પક્ષીઓની મૃતદેહ મેળવી પશુચિકિત્સક અધિકારીને સાથે રાખી પક્ષીઓના મૃત્યુ કયાં કારણોસર થયા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો