કોરોના કાળ:આસોટામાં દર વર્ષે ઉજવાતી વાછરાભાની જાતર મોકૂક

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાછરાભાની જાતરની ઉજવણીમાં 10થી 12 ગામોના લોકો અને અઢારેય વર્ણ દ્વારા પરંપરાગત દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટે છે. પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો અને મલ કુસ્તીનું આયોજન કરવામાં આવે છે.

ખંભાળિયા તાલુકાના આસોટા ગામે દર વર્ષે ઉજવાતી પરંપરાગત વાછરાભાની જાતર (મેળા)ની ઉજવણી આ વર્ષે કોરોના ના કારણે અને દ્વારકા જિલ્લામાં વધતા જતા દિનપ્રતિદિન કોરોનાને કારણે તેમજ સરકારી ગાઈડલાઈન મુજબ આ વર્ષે આ જાતરમાં આસોટા, બેહ, ચાર બારા, જાકસીયા, મોટા આસોટા, બેરાજા, દાત્રાણા, ખંભાળિયા સહિતના ગામો માંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાછરાભાની જાતરની ઉજવણી કરવા ઉમટી પડે છે. મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળે છે. પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો અને મલકુસ્તીનું આયોજન કરવામાં આવે છે. આ અંગે હાલમાં આ ઉજવણી મોકૂક રાખવામાં આવે છે. ગોઠીઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને નિવેધ ( જુહાર ) ધરવામાં આવશે. તે તમામ શ્રદ્ધાળુઓએ આ બાબતે ધ્યાન લેવા વાછરાભાના ભુવા માણસીભાઈ લઘુભાઈ ભુવા તેમજ અગ્રણીઓ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...