તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દ્વારકામાં આશરે પાંચ વર્ષ પહેલાં દ્વારકા ખાતે આવેલ પટેલ વાડી પાસે મહર્ષિ અત્રિ તપોવન સ્કૂલમાંથી વિધાર્થીઓને દર્શનાર્થે બે લકઝરી બસો મારફતે દ્વારકા ખાતે પ્રવાસે આવેલા હતા. તે દરમ્યાન બન્ને બસો પાર્ક કરવા જેવી નજીવી બાબતે ડ્રાઇવર તથા અન્ય બસનો ક્લીનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ક્લીનરએ ડ્રાઇવરને ગળાના ભાગે તથા ડાબા પગના ભાગે ગંભીર જીવલેણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી નાસી ગયો હતો.
દ્વારકા પટેલ વાડી પાસે મહર્ષિ અત્રી તપોવન સ્કૂલમાંથી ધો.4થી 9ના વિધાર્થીઓને દર્શનાર્થે લગઝરી બસ નં-G.J.1.BV.85 નંબરની લઈ ડ્રાઇવર ચનાભાઇ ટપુભાઈ બાંભણીયા ઉવ.46 રહે. આકોલવાડી જૂનાગઢવાળો તથા ક્લીનર તરીકે દીપકકુમાર જગજીવન માધુ રહે. બાવળા અમદાવાદ અને બીજી લગઝરી બસ નં-G.J.1.BV.86ના ચાલક અસલમ તોફિક ધાનાણી રહે. જેતપુરવાળો તથા ક્લીનર તરીકે દિનેશભાઇ મલભાઈ ચાવડા રહે.જેતપુર સાળંગપર પાસે એમ બે બસો મારફતે વિદ્યાર્થીઓને લઈ દ્વારકા ખાતે પ્રવાસે આવેલ હોય
અને દ્વારકામાં આવેલ પટેલ વાડી પાસે બન્ને બસો પાર્ક કરવા બાબતે ડ્રાઇવર ચનાભાઇને અન્ય બસનો ક્લીનર દિનેશભાઇ વણકરએ બસ સાઈડમાં પાર્ક કરવાનું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થતા ક્લીનર દિનેશભાઇ ઉશ્કેરાઈ જઇ ડ્રાઇવર ચનાભાઈ ટપુભાઈને ગળાના ભાગે તથા ડાબા પગના ભાગે જીવલેણ હથિયાર વડે ઘા કરી હત્યા નિપજાવી નાશી ગયેલ હતો. પાંચ વર્ષથી નાસતા ફરતા જૂનાગઢ તેમજ રાજકોટ જિલ્લામાં આજદિન સુધી તપાસ હાથ ધરેલ પરંતુ આરોપી વિશે કાઈ પણ માહિતી ન મળી હતી. દિનેશભાઇ અમભાઈ ઉર્ફે મલાભાઈ ચાવડાને ઝડપી પાડી આગળની તજવીજ અર્થે દ્વારકા પોલીસને સોંપી આપતા આગળની કામગીરી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.